

Description
આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૧' તે કાળે, તે સમયે આલભિકા નામક નગરી - વર્ણન. ત્યાં શંખવન ચૈત્ય હતું - (વર્ણન). તે શંખવના ચૈત્યથી દૂર નહીં, નિકટ નહીં તેવા સ્થાને, પુદ્ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વદ, યજુર્વેદ, યાવત્ નયોમાં સુપરિનિષ્ઠિત હતો. નિરંતર છ3 છઠ્ઠના તપોકર્મ વડે ઉર્ધ્વ હાથ રાખી યાવત્ આતાપના લેતા વિચરે છે. ત્યારે તે પુદ્ગલને છઠ્ઠ-છટ્ઠના તપથી યાવત્ આતાપના લેતા, પ્રકૃતિભદ્રતાથી શિવરાજર્ષિની જેમ યાવત્ વિભંગ અજ્ઞાન સમુત્પન્ન થયું, તે તે સમુત્પન્ન વિભૃગજ્ઞાનથી બ્રહ્મલોક કલ્પ રહેલ દેવોની સ્થિતિને જાણે છે, જુએ છે ત્યારે તે પુદ્ગલ પરિવ્રાજકને આ-આવા સ્વરૂપનો મનોગત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, દેવલોકમાં દેવોની જઘન્ય 10,000 વર્ષ સ્થિતિ છે, તેની પછી સમયાધિક, દ્વિસમયાધિક યાવત્ ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે, તેની પછી દેવો અને નથી. આ પ્રમાણે વિચારીને આતાપના ભૂમિથી ઉતરે છે, ઉતરીને ત્રિદંડકુંડિકા યાવત્ ધાતુરક્ત વસ્ત્રોને ગ્રહણ કરે છે, કરીને જ્યાં આલભિકા નગરી છે, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે, ત્યાં આવે છે, આવીને ભાંડોપગરણ મૂકે છે, પછી આલભિકા નગરીમાં શૃંગાટક યાવત્ માર્ગોમાં એકમેકને આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે - હે દેવાનુપ્રિયો! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકે દેવોની જઘન્ય સ્થિતિ 10,000 વર્ષ છે ઇત્યાદિ પૂર્વવતુ. પછી દેવલોક અને દેવ નથી. ત્યારે આલભિકા નગરીમાં આ આલાવાથી જેમ શિવ રાજામાં કહ્યું, તે પ્રમાણે કહેવું યાવત્ તે વાત કેમ માનવી ? ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. યાવત્ ધર્મશ્રવણ કરીને પર્ષદા પાછી ફરી. ગૌતમસ્વામી તે પ્રમાણે જ ભિક્ષાચર્યાએ નીકળ્યા, તે પ્રમાણે જ ઘણા લોકોના શબ્દો સાંભળ્યા. તે પ્રમાણે જ ઘણા લોકોના શબ્દો સાંભળીને તે પ્રમાણે જ બધુ કહેવું યાવત્ હે ગૌતમ ! હું વળી આ પ્રમાણે કહું છું, આ છે ભાખુ છું યાવત્ પ્રરૂપું છું કે - દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, તેના પછી સમયાધિક, બે સમયાધિક યાવત્ ઉત્કૃષ્ટથી તેંત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. તેના પછી દેવો અને દેવલોક વિચ્છિન્ન થાય છે અર્થાત્ દેવ-દેવલોક નથી. ભગવન્! સૌધર્મ કલ્પમાં વર્ણ સહિત અને વર્ણરહિત દ્રવ્ય અન્યોન્યબદ્ધ છે ? ઇત્યાદિ પૂર્વવત્ કહેવુ. યાવત્ તેમ જ છે. આ પ્રમાણે જ ઇશાનમાં પણ યાવત્ અચુતમાં કહેવું. આ પ્રમાણે જ રૈવેયક વિમાનોમાં અને અનુત્તર વિમાનમાં પણ કહેવું. ઈષત્ પ્રાભારામાં પણ યાવત્ તેમ જ છે. ત્યારે આલભિકા નગરીના શૃંગાટક, ત્રિક, ઇત્યાદિ બધુ જેમ શિવરાજર્ષિમાં કહ્યું તેમ કહેવું યાવતુ પુદ્ગલ અણગાર સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એ - ત્રિદંડકંડિક યાવત્ ધાતુક્ત વસ્ત્ર પહેર્યા હતા. વિર્ભાગજ્ઞાન પડી ગયું આલભિકા નગરીની વચ્ચોવચ્ચથી નીકળે છે યાવત્ ઉત્તર-પૂર્વ દિશામાં જાય છે, જઈને ત્રિદંડકંડિક આદિ જેમ સ્કંદકમાં કહ્યું તેમ યાવત્ પ્રવ્રજિત થયો. બાકીનું શિવરાજર્ષિ માફક કહેવું યાવત્ શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે, સિદ્ધ થાય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૧, ઉદ્દેશા-૧૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ભગવતી, અંગસૂત્ર-૫, ભાગ-૧ નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતીઆગમસૂત્ર ભાવાનુવાદ Page 234
આગમસૂત્ર